રાજકોટમાં પુત્રને મિલ્કતમાં હિસ્સો ન દેવો પડે તે માટે ઘરમાંથી પરિવાર સાથે કાઢી મૂકયા બાદ પિતાએ માર પણ મારતા પુત્રવધુએ પોલીસ કમિશ્ર્નરને રજૂઆત કરી સસરા અને જેઠાણીથી રક્ષણ આપવા માંગ કરી હતી. બનાવ અંગે અમદાવાદના બોળકદેવ વિસ્તારમાં રહેતા રીંકુબેન હિતેષભાઇ કિયાડાએ પોલીસ કમિશ્ર્નરને કરેલ અરજીમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન હિતેષ કિયાડા સાથે 2012માં થયેલ છે તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે તેઓ છેલ્લા દસેક વર્ષથી બાળકો અને પતિ સાથે અમદાવાદમાં રહે છે.