મોરબી ઉદ્યોગોના પ્રશ્નો અંગે આજરોજ મંગળવારે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળની ગુજરાત રાજ્યના નાણા મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજી સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવા, પેપરમિલ ઉદ્યોગની સબસીડી ચાલુ રાખવા અને MSME કાયદામાં 45 દિવસની અંદર ચુકવણીની જોગવાઈમાં સુધારો કરવા માંગ કરવામાં આવી હતી.