ભુજ શહેરમાં ગઈકાલે મેઘમહેર થતા ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે આજે સમગ્ર ભુજ શહેરમાં ઉત્સવનો માહોલ છે ભુજ નગરપાલિકા દ્વારા આજે તળાવના વધામણાં કરવામાં આવ્યા હતા અને આ ખુશીના અવસરને ઉજવવા આજે ભુજ શહેરમાં રજા જાહેર કરવામાં આવી છે કચ્છમાં ભારે વરસાદ બાદ ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા મુજબ તળાવ છલકાતા, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી વિગતો આપી