This browser does not support the video element.
ભિલોડા: ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે થી ગેરકાયદે ગેસ રીફીલિંગનો ભાંડો ફૂટ્યો,એસઓજીનો દરોડો
Bhiloda, Aravallis | Sep 4, 2025
ભિલોડા તાલુકાના ધોલવાણી ત્રણ રસ્તા નજીક આવેલ ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ ચાલી રહ્યું હોવાનું પોલીસે પકડી પાડ્યું છે.જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી 10 જેટલી ગેસની ભરેલી બોટલો અને ગેસ રીફીલિંગ માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટર સહિત કુલ 33,400 રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે અરવિંદ પટેલની અટકાયત કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.ઘટનાની વિગત સામે આવી હતી.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.