This browser does not support the video element.
મહુવા: ઓંડચ કોદાદા ગામમા છેલ્લા એક વર્ષમાં ત્રણ જેટલા તલાટીઓની બદલી કરાતા તાલુકા પંચાયત ખાતે લેખિત રજુઆત કરાઈ.
Mahuva, Surat | Sep 4, 2025
મહુવા તાલુકાના ઓંડચ કોદાદા ગામમા છેલ્લા એક વર્ષમાં ત્રણ જેટલા તલાટીઓની બદલી થઈ ગઈ છે.ગામમાં સારી કામગીરી કરી ગરીબ માણસોની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવનાર તલાટી અંકિતભાઈ પટેલની ટૂંક જ સમયમા બદલી પલસાણા તાલુકાના કરણ સાંકી ગામે કરી દેવાતા ગ્રામજનોમા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને આ બદલીનો વિરોધ સરપંચ અને ગ્રામજનોએ કરી તા-2/09/2025ના રોજ મહુવા તાલુકા પંચાયત કચેરીમાં જઈ તલાટીની બદલી રદ કરવાની લેખિત રજુઆત કરી હતી.