ગુજરાત રાજય સરકારની ગૌમાતાનો રાજયમાતા ઘોષિત કરવાની ઘોષણાં.કેશોદ ચાર ચોક ખાતે ગૌ રક્ષા દળ, લાયન નેચર રેસ્કયુ ટીમ, હિન્દુ સંગઠનો, ગૌ ભક્તો, ગૌ સેવકોએ એકઠા થઈ ગૌમાતાનો કર્યો જય જયકાર.હિન્દુ સંગઠનોએ ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી.લાંબા સમયની લડત બાદ ગૌ માતાને રાજયમાતાનો દરજ્જો મળતાં તેમની હત્યાં અટકશે તેમ જણાવ્યું.તમામ હિન્દુ સંગઠનોએ રાજય સરકારનો આભાર પ્રકટ કરતાં ગૌમાતાને રાજયમાતાનો દરજ્જો મળતાં હિન્દુ ધર્મનું નાક બચશે તેમ ગૌભક્તોએ જણાવ્યું