એક તરફ ભાજપ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યું છે, આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન ચલાવી રહી છે, ત્યારે કોંગ્રેસે પણ મારું બુથ, મારું ગૌરવ – મારો મત, મારો અધિકાર અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ શરૂ કરી છે. તેના ભાગરૂપે આજે પાદરા તાલુકા કોંગ્રેસ દ્વારા ઉમરાયા ગામે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સહી ઝુંબેશનો