જેતપુર પાસે બાઈકમાં લિફટ આપી મકાન માટે લલચાવી ૨૬ હજારની ઠગાઈ કરનાર રીઢો શખસ ઝડપાયો ધોરાજીના નાયબ મામલતદાર તરીકે ઓળખ આપી લાઠીદડના ઠગે બાઈક પણ છળકપટથી મેળવ્યું હતું ધોરાજીના નાયબ મામલતદાર હોવાની ઓળખ આપી આધેડને સરકારી મકાન અપાવવાની લાલચ આધેડનના ૨૬ હજાર રૂપિયા લઈને નાશી જવાની ફરીયાદમાં સિટી હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપી છેતરપીંડી કરવામાં રીઢો ગુન્હેગાર હોવાનું બહાર આવ્યું હતું.