સુરતના સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવકનું તાવની બીમારીમાં સંપડાતા મોત થયું હતું.મૂળ ઓરિસ્સા ગંજામના વતની હાલ હાઉસિંગ બોર્ડમાં ૩૫ વર્ષીય બલરામ ઉર્ફે રિંકુ કાશીનાથ ગૌડને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી ઘર નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.બલરામની વધુ તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.