31 ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકે ખેરાલુ હાઈવે પર વિવિધ સેવાકેમ્પો ખુલી ગયા છે અને અંબાજી જતાં યાત્રીઓની સેવાઓ શરું કરી દેવામાં આવી છે જેમાં ચ્ પાણી નાસ્તો આરામ અને મેડિકલ સેવાઓ મુખ્ય જોવા મળી રહી છે. ખેરાલુ અંબાજી જવા મુખ્યમાર્ગ પૈકી એક હોવાથી લાખો ભક્તોની અવરજવર દર વર્ષે અહિં જોવા મળે છે. ખેરાલુના સ્થાનિક સેવાભાવી સંસ્થાઓની મદદથી ખુલતા સેવાકેમ્પ પદયાત્રીની સેવા કરી ધન્યતા અનુભવશે. ખેરાલુના આંબાવાડીથી સતલાસણા સુધી વિવિધ કેમ્પો આજે ખુલી ગયા છે..