મેંદરડા અને આજુબાજુના ગામડાઓમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે.ભારે વરસાદને લીધે ખેતરોના બંધપાળા તૂટી ગયા છે અને મગફળી, સોયાબીન, અડદ જેવા ઉભા પાકનું ધોવાણ થયું છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે.આ અંગે કિશાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ ઢેબરીયા, સરપંચ શ્રી જે.ડી. ખાવડું, ખેડૂતો હાજર રહ્યા હતા