મૂળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજકોટ અથવા સુરેન્દ્રનગર અભ્યાસ માટે જતા વિધાર્થીઓને પાસ, ટિકિટ રિઝર્વેશન તથા સીસીટીવી કેમેરા સહિત પાયાની સુવિધા મળતી નથી. જેને લઇ એન.એસ.યુ.આઈ ટીમ દ્વારા એસ.ટી વિભાગને રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીઓને સામાન્ય પાસ કઢાવવા માટે સુરેન્દ્રનગર સુધીના ધક્કા થાય છે જેના લીધે વિધાર્થીઓના સમયનો વ્યય અને પરિવારને આર્થિક ફટકો પડે છે જેને લઇ એસ ટી વિભાગને રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું.