ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી છે. યુવતીના શરીર પર ઈજાનાં નિશાન મળતાં હત્યા થઈ હોવાની આશંકા છે. હાલમાં પોલીસે સ્થળ ઉપર પહોંચી પંચનામું તેમજ આસપાસના પાડોશી ના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. ભાઈ-ભાભીનો ફોન ન ઉપાડતાં પાડોશીને જાણ કરી, દરવાજો ખોલ્યો તો સામે લાશ હતી.