ચોટીલા ના ખેરડી ગામ થઈ તળાવવાળી સીમાં ખેતરમાં દરોડો કર્યો હતો. જ્યાં કપાસ તુવેરના વાવેતર વચ્ચે છૂટાછવાયા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આથી 194 લીલા ગાંજાના છોડ સહિત 29,65,800નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે આ વાવેતર કરનાર ખેરડીના વાલજીભાઈ બાવળીયાને ઝડપી પડાયા હતા. આ આરોપી સામે સુરેન્દ્રનગર સ્પેશિયલ એડીપીએસ કોર્ટમાં કેસ ચલાવાયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી. રાવલની દલીલો સહિતના પુરાવાના ધ્યાને લઈ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ જજ એન.જી શાહે સજા ફટકારી છે