ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા પણ છલકાયા છે. માણસા તાલુકાના બિલોદરા ગામે ગામના તળાવમાં દેસાઈ વેલાભાઈ જેમરભાઈ નામના યુવકનો પગ લપસી પડતા પાણીમાં ગરકાવ થયો હતો. જેની જાણ માણસા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સોમવારે સવારે 11 વાગ્યે ફાયર ટીમે કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.