વલસાડ જીલ્લામાં દારૂની હેરાફેરીને લગતા ગુનાઓને અંકુશમાં લેવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને જીલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. વલસાડની ટીમે દમણ ખાતેથી ગુજરાતી રાજ્યમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ધર્મેશભાઈ ભગુભાઈ પટેલ અટકાયત કરી છે.