કાલોલ હાલોલ હાઈવે પર મધવાસ ચોકડી પાસે આજ રોજ સાંજના સુમારે એક અકસ્માત સર્જાયો હતો જેમા બાઈક ઉપર સવાર નુ ધટના સ્થળે મોત થયુ હોવાની વિગતો જાણવા મળી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ ગોઝારા અકસ્માતના પગલે લોક ટોળા એકઠા થયા હતા ૧૦૮ સ્થળ ઉપર પહોંચી હતી. હજુ સુધી ફરિયાદ ની કોઇ વિગત મળેલ નથી.