રાજપારડી નજીકના જરસાડ ગામ પાસે માધુમતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં એક વૃધ્ધ ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ પાંચેક દિવસ પુર્વે લાપતા થયેલ જયંતીભાઇના પરિવારને કરવામાં આવતા તેમનો પૌત્ર અને પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખાડીમાંથી મળેલ ડી કમ્પોઝ હાલતનો મૃતદેહ તેમના દાદા જયંતીભાઇનો હોવાનું જણાવ્યું હતું.