વડોદરા : આજવા સરોવર શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડતું સ્ત્રોત છે.ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો હતો.રુલ લેવલ અને શહેરમાં નદીના લેવલને ધ્યાનમાં રાખીને સરોવરમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.નદીમાં પોઇન્ટ વિસ જેટલો શહેરમાં વધારો થયો છે.કોઈ ભયજનક પરિસ્થિતિ નથી.શહેરમાં નદી સિક્યોર લેવલે વહી રહી હોવાનું એડિશનલ સિટી એન્જીનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું.