This browser does not support the video element.
અંજાર: લાખોની છેતરપીંડીના કેસમાં મુદામાલ સાથે એક આરોપીને અંજાર પોલીસે પો.સ્ટે વિસ્તારમાંથી ઝડપ્યો
Anjar, Kutch | Aug 24, 2025
મેઘપર કુંભારડીમાં આવેલ સ્પીરીંગ મીલ ગોડાઉનમાંથી ટ્રક ચાલક ઉમર ઇસ્માઇલ ઓઢેજા (રહે. અંજાર) વાળાએ 25,180 કિગ્રા રાયડો જેની કિંમત રૂા. 17,18,363 ભરી ડીસા ખાતે આવેલ અક્ષર પ્રોટીન્સમાં મોકલેલ પરંતુ ટ્રક ચાલક મુદામાલ લઇને બારોબાર મુદામાલ સગેવગે કરી દીધેલ હતો. અંજાર પોલીસે બાતમીના આધારે આરોપી વેલજીભાઈ કરમશીભાઈ ખાંડેકાને ઝડપી 15,51,849 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.