સુરતના ભેસ્તાન વિસ્તારમાં વિસર્જન દરમિયાન મોડી રાતે ગુમ થયેલા એક બાળકને ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવેલ જોકે ફરિયાદ મળવાની સાથે જ ભેસ્તાન પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી જો કે 100 થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ બાળકને સહી સલામત ભેસ્તાન પોલીસે શોધી કાઢી અને માતા-પિતા સાથે પૂર્ણ મિલન કરાવતા માતા પિતાએ પોલીસો આભાર વ્યક્ત કર્યો હતો જો કે આજરોજ માતા પિતા અને બાળકને ભેસ્તાન પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા.