ગોડાદરા પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.માહિતીના આધારે સોમવારે મોડી સાંજે ગોડાદરા ના દેવધ ચાર રસ્તા નજીકથી મોપેડ લઈ પસાર થતા અમન સિંગ અને વિક્કી યાદવની અટકાયત કરવામાં આવી હતી.જેની પાસેથી પ્રતિબંધિત બે કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે બે મોબાઈલ અને મોપેડ મળી ૭૫ હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જ્યાં ગાંજાનો જથ્થો કોની પાસેથી અને ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ હાથ ધરવામા આવી છે.