મેંદરડા ગામના સામ કાઠા વિસ્તારમાં રહેતા શીતલબેન પ્રદીપભાઈ ભાખરના ઘરની તાજેતરમાં એક મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે શીતલબેનનું ઘર કુદરતના ખોળે વસેલું એક અદ્ભુત સ્થળ છે, જે હરિયાળી અને શાંતિથી ભરપૂર છે.શીતલબેન સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ વિવિધ પ્રકારના ફૂલોના છોડ અને આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ ઉગાડે છે. તેઓ આ છોડની ખાસ કાળજી લે છે અને કુદરતી રીતે તેમનું જતન કરે છે. ગામના ઘણા લોકો શીતલબેનના ઘરેથી આ ઔષધીય વનસ્પતિઓ લઈ જાય છે