Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે સૌપ્રથમ વખત AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

Rajkot East, Rajkot | Aug 7, 2025
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ગુજરાતભરમાં પ્રખ્યાત એવો રાજકોટનો સાતમ-આઠમનો લોકમેળો આ વર્ષે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં અંદાજે 12 થી 15 લાખ લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે આ વખતે ખાસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા સમિતિ અને પોલીસે સંયુક્ત રીતે સૌપ્રથમ વખત (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us