વલસાડ જિલ્લામાં માદક પદાર્થો વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી અંતર્ગત એસ.ઓ.જી. વલસાડને ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ૧.૦૪૩ કિલો ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી NDPS એકટ-૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે.