રણપુર શહેરમાં કિનારા ખાતે હિંદુ વેપારી લક્ષ્મી સ્ટીલ દ્વારા હાલ મુસ્લિમોને રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ હિંદુ વેપારીએ પોતાના આંગણે મુસ્લિમ સમાજના લોકોને બોલાવીને ઇફ્તાર પાર્ટી આપીને રોજા ખોલાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમયે લક્ષ્મી સ્ટીલના માલિક ધર્મેન્દ્ર ગુપ્તાનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તેમજ રાણપુર વેપારી મહા મંડળ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું