આજરોજ તા. 08/09/2025, સોમવારે સાંજે ચાર વાગે ધોળકા ખાતે પ્રાંત અધિકારીને અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનનાં મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતૃ શ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા તેના કારણે અમારી લાગણી દુભાઈ છે. આથી કોંગ્રેસ અને RJD નાં નેતાઓએ માફી માંગવી જોઈએ. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહેલ.