તેજગઢ રેલવે સ્ટેશને ટ્રેન નીચે યુવાન કપાતા મોત થયું હતું. દીપ જાડેજા નામનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે. છોટાઉદેપુર RTO કચેરીમાં કાર્યરત ખાનગી કંપનીનો કર્મચારી દીપ જાડેજા હતો. તેજગઢ રેલવે સ્ટેશને છોટાઉદેપુર થી વડોદરા જતી ટ્રેનમાં ચઢવા જતા ઘટના બની હતી. મૂળ બોડેલીનો દીપ જાડેજા હાલ વડોદરા રહે છે.