આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ સ્થાપના થયેલ વિવિધ વિસ્તારોમાં તેમજ નગરના મુખ્ય માર્ગો પર ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ નગરના મુખ્ય માર્ગો પર પી.આઈ.ગૌરવ ગામીત ,પી.એસ.આઈ સી.કે.સીસોદિયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ દ્વારા પોલિસ સ્ટાફ સાથે રાખી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી.નગરમા ગણેશ સ્થાપના વિસ્તારમાં આવતા અલગ અલગ રસ્તાઓનુ પરીક્ષણ તેમજ રૂટમા આવતા નિરીક્ષણ કરાયુ.