આજરોજ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મિનિ અંબાજી થી ઓળખાતા યાત્રાધામ ઢીમા ની અંદર આજે ભાદરવા સુદ એકાદશીના પાવન દિવસે જળ જીલણી અગિયારસ હોવાથી ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે પવિત્ર માદળા તળાવમાં ભગવાન શ્રી ધરણીધર ભગવાનનું સાહિ સ્નાન દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું . ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા ઉમટી પડ્યા હતા