આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી ગણેશ ગ્રુપ મંદિર,CBX સાતવાડી , પરિવારે સાત વાળીના રાજાનું સ્વાગત કર્યું છે.આ સાથે જ સાતવાડીમાં ભગવાન શ્રી ગણેશ ની સ્થાપના કરવામાં આવી અને પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં મહાપ્રસાદ, મહા આરતીનુ આયોજન તથા રાત્રિના સમયે દાંડીયારાસનું પણ આયોજન કરવામાં આવશે.