Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરત નવી સિવિલ હોસ્પિટલને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખની એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

Adajan, Surat | Aug 16, 2025
૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે, સુરતની નવી સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવામાં ઉપયોગી થાય તે હેતુથી એક નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી. આ એમ્બ્યુલન્સ સુરતના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખના ખર્ચે ફાળવવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કિસ્સામાં આ BLS એમ્બ્યુલન્સને નવી સિવિલ હોસ્પિટલ માટે મંજૂરી આપી હતી. આ એમ્બ્યુલન્સ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us