આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સંજેલી તાલુકાના વિવિધ ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન હેઠળ કાર્યક્રમનુ આયોજન કરાયું.આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત ઢેડીયા ગામે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના વડીલો, મહિલાઓ, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.તે જ રીતે સંજેલીના ડુંગરા ગામે પણ સદસ્યતા અભિયાન યોજાયું. અહીં પણ લોકોએ ઉત્સાહભેર હાજરી આપી.