ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, અને સુબીર તાલુકાના ગ્રામ પંચાયતોમાં કચરા પરિવહન માટે તેમજ ગામના તમામ જાહેર જગ્યાઓ દેખીતી રીતે સ્વચ્છ દેખાય તે માટે ઘેર ઘેરથી નીકળતો સુકો અને ભીનો કચરો એકત્ર કરવા તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળતા કચરાના નિકાલ કરવા માટે વધુ ઘરો ધરાવતી ગ્રામ પંચાયતો માટે વાહનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આહવા, વઘઈ, અને સુબીર તાલુકાના ગ્રામ પંચાયતોમાં આજરોજ આહવા ખાતે ૧૬ ઈ-રીક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.