This browser does not support the video element.
અંજાર: પોલીસે અંજારના સત્તાપર રોડ પર જુગાર રમતા 7 જુગારીઓ ઝડપ્યા
Anjar, Kutch | Sep 6, 2025
અંજારના સત્તાપર રોડ તલાવડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અંજાર પોલીસે બાતમીના આધારે ખુલ્લી પડતર જગ્યામાં રેડ કરતા સાત આરોપીઓ ગોવિંદ રતીલાલ દાતણીયા,રાજુ વેલજીભાઈ દાતણિયા, શામજી સવાભાઈ દેવીપૂજક,શંકર વિજુભાઈ દાતણીયા,દિલીપ ડાયાભાઈ સથવાર, આશીષ ડાયાભાઈ સથવારા, સુરજ બુધ્ધીલાલ સથવારાને રોકડા રૂા. 14200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી અંજાર પીઆઈ એ.આર.ગોહિલ, પીએસઆઇ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.