હારીજ તાલુકાના કાતરા ગામમાં એક વાહન તોડફોડ અને ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. કાતરા ગામના રહેવાસી દેવેન્દ્રભાઈ હીરાભાઈ ચૌધરી (ઉંમર 37)એ માલસુંદના ત્રણ રહેવાસીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, 27 ઓગસ્ટના રોજ રાત્રે વાગ્યે બનેલી ઘટનામાં, દેવેન્દ્રભાઈની સ્વિફ્ટ કાર (GJ 24 AU 2102) તેમના ઘર નજીક પાર્ક કરેલી હતી. આ મામલે હારીજ પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે.