મંગળવારના 7:30 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના કૈલાસ રોડ ઉપર પસાર થઈ રહેલા મોપેટ સવારે વૃદ્ધ સામે રખડતું ઢોર આવી જતા અકસ્માત સર્જાયો. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ ને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.