બોડેલીને નગરપાલિકા જાહેર કરાઈ છે. બોડેલી , અલીખેરવા , ઢોકલીયા, ઝાખરપુરા અને ચાચક ગામોને મેળવી શહેર બનાવ્યું છે. સરકારે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. ૨૧ ઓગસ્ટથી બોડેલી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર બાદ બોડેલી બીજી નગરપાલિકા થઇ છે.