અમદાવાદમાં જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જુહાપુરા મેઈન રોડ પર આવેલા ઝુબેદા હાઉસમાં AMC દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે. સરકારી જમીન પર ઝુબેદા હાઉસ બનાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરાયું હતું. નજીર વોરાએ ઝુબેદા હાઉસમાં ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું અને તહેવારોમાં બાળકોના રમત ગમતના સાધનો મૂકીને આવક મેળવતો હતો તેમજ લગ્ન પ્રસંગોમાં ભાડે આપી રૂપિયા કમાતો હતો.