જુનાગઢ મામલતદાર કચેરીમાં છૂટાહાથે મારામારી નો બનાવ સામે આવ્યો છે.અરજદારે નાયબ મામલતદાર પર હુમલો કર્યો છે. ઈ ધારાના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા ઉપર હુમલો કર્યો છે.અરજદારને એફિડેવિટ કરવાનું સમજાવતા મામલો બિચકયો હતો.રવિ ચંદે નામના અરજદારે ખુરશી ફેકી છે. નાયબ મામલતદાર ઇજાગ્રસ્ત થયા હતા. ફરજ માં રૂકાવટ ની ફરિયાદ કરી છે.મામલતદાર કચેરીમાં પોલીસ પ્રોટેક્શન ની માંગણી કરી છે.સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.પોલીસે ફરિયાદના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે