વિસનગર શહેરના કડા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધીના ફોરલેન રોડ ઉપર પડેલા ખાડા શહેરીજનો માટે મુસીબત બની રહ્યા હોવાથી રોજેરોજ અા સમસ્યાથી શહેરીજનો પિડાઇ રહ્યા છે. અા ઉપરાંત અા રોડ ઉપર ઉડતી ધુળની ડમરીને લઇ શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાથી અા સમસ્યાનો ઝડપી ઉકેલ મળે તેવી શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે.