ગોધરા તાલુકાના વણાકપુર ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગામમાં રહેતા સુનિતાબેન વણઝારા, જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા, તેમના પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં સુનિતાબેનને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના બાદ તરત જ તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.