વડોદરા : નવાયાર્ડના વૃદ્ધ માતા પિતાને ફુલ-છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો. જોકે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચકયો હતો.પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પરતું,ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.