નવરાત્રિના પાવન પર્વનો સોમવારથી પ્રારંભ થયો છે, ત્યારે માતાજીના ગરબાની રમઝટમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ગરબાનું અભિન્ન અંગ રહેલા ઢોલનો અવાજ હવે ધીમો પડી રહ્યો છે. આધુનિક યુગના આગમન સાથે, ઢોલની જગ્યા હવે ડી.જે. સાઉન્ડએ લઈ લીધી છે, જેના કારણે બજારમાં નવા ઢોલની ખરીદીમાં ધરખમ ઘટાડો થયો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જૂના ઢોલના સમારકામ (રિપેરિંગ) માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.