વાવ તાલુકાના દૈયપ ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની સમસ્યા અંગે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી છે. દૈયપ માઈનોર-2 કેનાલમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. કેનાલની વધુ લંબાઈને કારણે છેવાડા સુધી પાણી પહોંચતું નથી.નર્મદા નિગમે નાખેલી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે. માઈનોર પર આવેલી 19 ચકીમાંથી એક પણ કનેક્શન કરવામાં આવ્યું નથી. હલકી ગુણવત્તાની પાઇપલાઇન વાપરવામાં આવી છે. દબાણથી પાણી આપતા પાઇપો લીકેજ થઈ જાય છે.