રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમા ગુનાહીત ઈતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ હોય જેને લઈને ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર ની સુચના તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા ના માર્ગદર્શન હેઠળ બોટાદ શહેરમાં લિસ્ટ વાળા ગુનેગારોના ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તેમજ આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ બોટાદ LCB,SOG પોલીસ તેમજ બોટાદ ટાઉન પોલીસના મસ મોટા કાફલા સાથે ગુનેગારોના ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી