મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી દેવા સમાચાર સામે આવ્યા છે. ત્રણ દિવસ પૂર્વે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 15 સિરામિક ફેકટરીઓમાં પ્રતિબંધિત પેટકોકના વપરાશ મામલે સઘન ચેકીંગ બાદ તાત્કાલિક અસરથી સાત ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.