બોટાદમાં વહેલી સવારથી ધીમીધારે આવો વરસાદ શરૂ હતો, બપોરે 12 વાગ્યાના સુમારે ભારે વરસાદી ઝાપટાએ બોટાદ શહેરમાં પાણી વહેતા કરી દીધા હતા, અઢી ઇંચ જેટલા પડેલા વરસાદે બોટાદના સાળંગપુર રોડ પર બનાવવામાં આવેલ અન્ડર બ્રિજ બંધ કરવાની ફરજ પડી, પોલીસ દ્વારા બેરીકેટ લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો તમામ વાહનોને પરત જોવા માટે અપીલ કરી હતી