This browser does not support the video element.
વિસનગર: ભાલક ગામે પાણીની પાઇપલાઇન નાખવા મુદે પિતા પુત્ર પર 6 શખ્સોનો હુમલો
Visnagar, Mahesana | Sep 9, 2025
વિસનગર તાલુકાના ભાલક ગામે ખેતરમાં પાણીની પાઇપ નાખવા બાબતે 6 શખ્સોએ પિતા પુત્રને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં પુત્રને છરી વડે હુમલો કરી આંગળીનું ટેરવું કાપી નાખી ઈજાઓ પહોંચાડતા આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં છે શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.