ઉપર ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પાણીનો ભારે પ્રવાહ આવવાથી એક યુવક અમીરગઢ વિસ્તારમાં બનાસ નદીના પટમાં અટવાયો છે જોકે 16 કલાકની મહેનત બાદ પણ હજુ સુધી યુવકને બહાર કાઢી શકાયું નથી. એસડીઆરએફની ટીમો છે તે યુવકને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ સતત પ્રયાસો બાદ પણ આ યુવક બહાર નીકળી શક્યો નથી જોકે જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર જો એસડીઆરએફ ની ટીમ યુવકને બહાર નહીં કાઢી શકે તો હવાઈ મદદથી યુવકને બહાર કઢાશે એટલે કે હેલિકોપ્ટરનો સહારો લેવો પડશે